Monday 24 October 2016

શીખી જઈએ ગઝલ લખતા - હિમલ પંડ્યા


ગઝલ રચના - પાઠ ચોથો :

દોસ્તો,

સહિયારા સર્જનની પ્રક્રિયાને આપ સહુના સાથથી આગળ વધારી રહ્યા છીએ.

અત્યાર સુધીમાં આપણે આટલી માહિતી મેળવી...
- મત્લા અને મક્તા કોને કહેવાય?
- ઉલા અને સાની મિસરા એટલે શું?
- રદીફ અને કાફિયાની ઓળખ અને પરિચય 
- આપેલ શેર પરથી નવા કાફિયાઓનું સર્જન 

આજે આપણે ગઈકાલની અધૂરી વાતને આગળ ધપાવીશું.

આપણે શીખવાની પ્રક્રિયા માટે પસંદ કરેલ મત્લાના શેર હતો ....

સમંદર ગળી જાઉં એવું બને!
કાં પાછો વળી જાઉં એવું બને!

મત્લા પરથી વધારાના શેર લખવા હોય તો માટે આપણી પાસે ગળી-વળી વિગેરેને અનુરૂપ બંધ બેસતા અને ચુસ્ત કાફિયા હોવા જરૂરી છે જેમ કે .....  મળી, હળી, ભળી, કળી, ચળી, છળી, ઢળી, ફળી, બળીસાંભળી, નીકળી, સળવળી, ખળભળી, ટળવળી, ઝળહળી વિગેરે. ( સમજાય એમણે પાઠ-3 ફરી જોઈ લેવો)  

હવેના બે દિવસ દરમ્યાન આપણે મત્લા પરથી બંધારણના વધારાના શેર લખી એક સહિયારી ગઝલનું સર્જન કરવાની કોશિશ આદરીશું. ફરીથી આપણી ગઝલનું બંધારણ એકવાર જોઈ લઈએ.....

   મં   દર  :   ગા  ગા 
   ળી   જા  :   ગા  ગા
ઉં       વું   :   ગા  ગા
   ને!        :   ગા 

આખું સાથે લખીએ તો...... લગાગા લગાગા લગાગા લગા

બીજી પંક્તિ જોઈએ :

કાં   પા   છો  :   ગા  ગા
   ળી   જા  :    ગા  ગા
ઉં       વું   :    ગા  ગા
    ને!       :    ગા 


આમ બંને પંક્તિનું બંધારણ સરખું  થયું : લગાગા લગાગા લગાગા લગા 

આપણે જે શેર લખીશું એમાં બંધારણ છેવટ સુધી જાળવવાનો પ્રયત્ન કરીશું

હવે જે શેર લખાશે એમાં રદીફ-કાફિયા ફક્ત સાની મિસરા (એટલે કે નીચેની પંક્તિમાં ) આવશે. સાની મિસરામાં "_______ જાઉં એવું બને!" આટલું અચૂક આવશે ( ______ માં તમે લીધેલ પસંદગીનો કાફિયો આવશે)

આપ સહુ પાસે હવે સમય છે. ઉતાવળ કર્યા વિના પૂરતું વિચારીને કામ કરશો તો વધારે આનંદ અને સંતોષ મળશે.  લઘુ-ગુરુની માત્રા તેમ ગઝલનું નિશ્ચિત બંધારણ-મીટર જાળવીને લખશો. જે લખો એનું મોટેથી પઠન કરશો (અથવા કાલે બતાવેલા ફિલ્મી ગીતોના ઢાળમાં ગાવાની કોશિશ કરશો તો પણ લઘુ-ગુરુની ભૂલ જાતે પકડી પાડી શકશો)

હું ગઝલનો એક વધારાનો શેર અહીં લખું છું (મત્લાના પુનરાવર્તન સાથે). આપ એમાં આપના શેર ઉમેરવાની કોશિશ કરશો.


સમંદર ગળી જાઉં એવું બને!
કાં પાછો વળી જાઉં એવું બને!

છું આપત્તિ સામે અડીખમ ઊભો,
છતાંયે ચળી જાઉં એવું બને!

(આડ વાત : આપણે શીખી ગયા સિવાયનો કોઈ કાફિયો ઉપયોગમાં લઇ શકશો તો વધારે આનંદ થશે. આપે ઉપરના બંને શેર જોયા હોય તો ખ્યાલ આવશે કે અહીં એક સાથે બે શક્યતાઓને સાથોસાથ વર્ણવવાનો પ્રયાસ કવિ દ્વારા થઇ રહ્યો છે. આપ પણ એને ધ્યાનમાં રાખીને પ્રકારે સર્જન કરી શકશો તો ખૂબ ગમશે)

આપ આપના શેર અહીં મૂકી શકશો. (ખોટી ઉતાવળ ના કરશો અને તમે પોતે જે કાંઈ જરૂરી સુધારા-વધારા કરી શકો એમ હો કરી લીધા પછી આપનો શેર પોસ્ટ કરશો)

(ખાસ નોંધ : આગળના 3 પાઠનો અભ્યાસ કાર્ય વિના મહેરબાની કરીને સીધા ના ઝંપલાવશો, એનાથી બાકીના મિત્રોની સર્જન પ્રક્રિયામાં વિક્ષેપ થશે અને કારણ વગરનું પુનરાવર્તન કરવું પડશે)  

શુભેચ્છાઓ. આભાર


: પ્રા. હિમલ પંડ્યા