ગઝલ રચના - પાઠ પહેલો :
પદ્યની રચના એટલે વાણી જ્યારે કાવ્યનું પ્રયોજન સિધ્ધ કરવા અમુક લયવાળુ સ્વરુપ લે તેને પદ્ય કહેવાય.વાણી શબ્દોની અને શબ્દો અક્ષરથી બને છે.જેમાંથી અર્થ સર્જાય છે.
અક્ષરનાં બે સ્વરુપો છે.
અક્ષરનાં બે સ્વરુપો છે.
1.લઘુ = U ( ઉચ્ચારમાં એક તાલ)
2.ગુરૂ = _ ( ઉચ્ચારમાં વિસ્તૃત તાલ)
લઘુ અક્ષરો : હ્રસ્વ સ્વર, અ, ઇ, ઉ, ઋ તથા હ્રસ્વ સ્વરથી યુક્ત અક્ષરો લઘુ કહેવાય. ( ઉદાહરણ ક,કિ,કુ, કૃ, ર્ક.વિગેરે)
ગુરુ અક્ષરો : દીર્ઘ સ્વર, આ, ઈ, ઊ, એ, ઐ, ઓ, ઔ, અં, અ: તથા દીર્ઘ સ્વરથી યુક્ત અક્ષરોને ગુરુ કહેવાય ( ઉદાહરણ કા, કી, કૂ, કે, કૈ, કૌ, કં, ક: વિગેરે)
આટલી ઓળખ પછી કેટલીક છુટ કે નિયમો પણ સમજવા જરુરી છે જે મુખ્યત્વે ઉચ્ચાર સબંધી છે.
(1) જોડાક્ષરની અગાઉ આવેલ લઘુ અક્ષર સાથે જો જોડાક્ષર્માંનો પ્રથમ અક્ષર બોલાય તો જોડાક્ષરની અગાઉ આવેલો લઘુ ગુરુ બની જતો હોય છે ( ઉદાહરણ અગમ્ય માં ‘ગ’ ની સાથે ‘મ’ બોલાતો હોવાથી ‘ગ’ ગુરુ થાય છે)
(2) છેલ્લો અક્ષર ગુરુ ઉચ્ચારની દ્રષ્ટી એ હોય તો તેને લઘુ બનાવી શકાય છે.
(3) છેલ્લો અક્ષર ગુરુ હોય તો છંદની જરુર પ્રમાણે તે લઘુ બની શકે છે.
(4) છંદ જે પંક્તિમાં હોય એ પંક્તિને છેડે આવેલો અક્ષર લઘુ હોય તો પણ તેને ગુરુ ગણી શકાય છે.
(5) છુટા અક્ષરો જે શબ્દ સ્વરુપ હોય તેને ગુરુ હોવા છતા લઘુ બતાવી શકાય છે ( અહીં ઉચ્ચારનાં નિયમો લાગુ ન પડતા હોવાથી તે છુટ છે)
ગઝલના પ્રથમ શે’રને મત્લા અને અંતિમ શે’રમાં જ્યારે કવિ પોતાના નામ કે તખલ્લુસનો સમાવેશ કરે, ત્યારે તેને ‘મક્તા’ કહેવાય છે. પ્રત્યેક શે’રના અંત્યાનુપ્રાસ-બીજી પંક્તિના અંતિમ શબ્દથી મળતો પ્રાસ-ને રદીફ તરીકે ઓળખવામાં આવે છે. રદીફની પહેલા આવતા શબ્દથી દર બીજી પંક્તિમા જે પ્રાસ મળે છે, તે શબ્દને ‘કાફિયા’ કહેવાય છે. જે છંદમાં ગઝલ લખાઈ હોય તે છંદને ‘બહર’ કહેવાય છે. શે’રની પ્રથમ પંક્તિને ‘ઉલા’ અને દ્વિતીય પંક્તિને‘સાની’ કહેવાય છે. ગઝલમાં સામાન્યત: પાંચ કે તેથી વધારે સંખ્યામાં જ શે’ર હોવા જોઈએ.
ખુબજ સરસ હિમલ સર ગઝલ લેખન નો શોખ છે એટલે હવે નિયમો અનુસાર શીખી શકીશ. Thankyou
ReplyDelete