Monday, 24 October 2016

શીખી જઈએ ગઝલ લખતા - હિમલ પંડ્યા


ગઝલ રચના - પાઠ ત્રીજો   :



મિત્રો,

આપ સહુના સહકાર અને પ્રયત્નો બદલ આભાર અને શુભેચ્છા.

મત્લાનો શેર હતો...

સમંદર ગળી જાઉં એવું બને!
કાં પાછો વળી જાઉં એવું બને!

મત્લાનો શેર હોવાથી બન્ને મિસરામાં રદીફની હાજરી છે (અહીં રદીફ "જાઉં એવું બને" છે)

અહીં બન્ને મિસરામાં એક-એક કાફિયાનો ઉપયોગ થયો છે. (ગળી, વળી)

આપણું કામ વધારાના કાફિયા વિચારવાનું હતું.

લઘુ-ગુરુ વિશે તમે અભ્યાસ કરી લીધો હોય તો કાફિયાનું બંધારણ "લગા" (ગળી, વળી) થશે ખ્યાલ આવ્યો હશે.

આને અનુરુપ "લગા" બંધારણ જોવા જઈએ તો અનેક કાફિયા મળે જેમ કે...... મળી, બની, ફરી, વસી, હટી વિગેરે.

પરંતુ, અહીં મત્લામાં બન્ને ચુસ્ત કાફિયા છે (ગળી, વળી)....જેથી એની સાથે પ્રાસ મળે તેવા ચુસ્ત કાફિયા પસંદ કરવા જોઈએ.... ઉદાહરણ તરીકે.... મળી, હળી, ભળી, કળી, ચળી, છળી, ઢળી, ફળી, બળી.

ઉપરના તમામ કાફિયા આપણે લઈ શકીએ. હવે, હજુ વધુ કાફિયા અંગે વાત કરીએ.....

મત્લાના શેરના બન્ને મિસરામાં "લગા" બંધારણ ધરાવતા કાફિયાની એકદમ આગળનો અક્ષર "ગુરુ" છે ( સમજાય તો આગળ પોસ્ટ કરેલ લેસન- ફરી જોઈ જશો)

(
સમં) દર ળી : (    ) ગા ગા
(
પાછો ળી : (     ) ગા ગા

આનો અર્થ થાય કે "ગાલગા" બંધારણ ધરાવતા અને પ્રાસ મળતો હોય એવા કાફિયા પણ લઈ શકાશે....ઉદાહરણ તરીકે.... સાંભળી, નીકળી, સળવળી, ખળભળી, ટળવળી, ઝળહળી વિગેરે

અમુક કાફિયા અહીં વાપરી શકાશે નહી, જેમ કે પલળી, રઝળી વિગેરે (કેમ કે તેનું બંધારણ "લલગા" અથવા "ગાગા" થઈ જતું હોઈને આખા મિસરાના બંધારણ પર એની અસર થશે.)
હવે પછી આપણે આજે જે શીખ્યા કાફિયા પરથી અન્ય આખા મિસરા અને શેર લખવાની કોશિશ કરીશું.

આભાર.

:
પ્રા. હિમલ પંડ્યા

No comments:

Post a Comment