Monday, 24 October 2016


શીખી જઈએ ગઝલ લખતા - હિમલ પંડ્યા



ગઝલ રચના - પાઠ બીજો  :


આજનું લેસન :

આજે અહીં એક મત્લા મુકું છું (મત્લા એટલે ગઝલનો પ્રથમ શેર જેમાં બંને મિસરામાં રદીફ-કાફિયાનો સમાવેશ થાય છે)

સમંદર ગળી જાઉં એવું બને!     (ઉલા મિસરા - પહેલી લાઈન)
કાં પાછો વળી જાઉં એવું બને!   (સાની મિસરા - બીજી લાઈન)

અહીં "જાઉં એવું બને!".... શબ્દસમૂહને રદીફ કહેવાય, જે મત્લા (પ્રથમ શેર) પછીના તમામ શેરના સાની મિસરામાં ચોક્કસપણે આવવો જરૂરી છે.
(શેર એટલે બે પંક્તિઓનો સમૂહ, જેમાં ઉપરની પંક્તિને ઉલા મિસરા અને  નીચેની  પંક્તિને સાની મિસરા તરીકે ઓળખવામાં આવે છે.

ઉપરના શેરમાં "ગળી" અને "વળી" શબ્દોને કાફિયા કહેવાય. કાફિયા દરેક શેરમાં બદલાતા રહે, પરંતુ તેનું બંધારણ એક સરખું રહે એટલે કે કાફિયા હંમેશા બંધ બેસતા પ્રાસમાં હોવા જોઈએ.

આપ સહુએ અગાઉ લઘુ-ગુરુ વિશેની સમજ આપતી પોસ્ટનો અભ્યાસ કરી લીધેલ હશે એમ માનું છું. ગઝલનું બંધારણ લખીએ ત્યારે લઘુ અક્ષરને "" તરીકે અને ગુરુ અક્ષરને "ગા' તરીકે દર્શાવવામાં આવે છે.
ગઝલના તમામ છંદો ઉર્દુ ભાષામાંથી આવેલ છે. અત્યારના તબક્કે બધાનો રસ જળવાઈ રહે હેતુથી આપણે ઉર્દુ છંદોનો ફક્ત ઉલ્લેખ ટાળીશું (કેમ કે નામો સમજવામાં અઘરા હોઈને રસક્ષતિ થવાનો સંભવ છે.) એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે આપણે ફક્ત છંદના નામને હાલ પૂરતું દૂર રાખીએ છીએ, સિવાય આપણે શીખવાનું કામ તો મૂળ બંધારણને ધ્યાનમાં લઈને કરી રહ્યા છીએ.       



હવે ફરીથી જે શેર (મત્લા) પર આપણે કામ કરવું છે  લાવીએ .....
સમંદર ગળી જાઉં એવું બને!    
કાં પાછો વળી જાઉં એવું બને
લઘુ-ગુરુની આપણી સમજ મુજબ ઉપરના શેરનું બંધારણ રીતે નક્કી કરી શકીએ....

   મં   દર  :   ગા  ગા
   ળી   જા  :   ગા  ગા
ઉં       વું   :   ગા  ગા
   ને!        :   ગા 

આખું સાથે લખીએ તો...... લગાગા લગાગા લગાગા લગા

બીજી પંક્તિ જોઈએ :

કાં   પા   છો  :   ગા  ગા
   ળી   જા  :    ગા  ગા
ઉં       વું   :    ગા  ગા
    ને!       :    ગા 

(અહીં શીખનારને પ્રશ્ન થવો જોઈએ કે "કાં" ગુરુ હોવા છતાં એને લઘુ કેમ ગણાયો? માટે ઉપરની પોસ્ટનો પાંચમો નિયમ જોઈ જશો. એકાક્ષરી શબ્દ ગુરુ હોય તો પણ તેને લઘુ ગણવાની છૂટ છે. તમને મોટેથી પઠન કરવાની  ટેવ હોય તો તફાવત આપોઆપ સમજી શકશો. લઘુ અક્ષર કરતા ગુરુ અક્ષરના ઉચ્ચારો થોડા દીર્ઘ એટલે કે લાંબા થતા હોય છે

આમ બંને પંક્તિનું બંધારણ સરખું થયું : લગાગા લગાગા લગાગા લગા

આજની મોજ :

ઉપરના બંધારણમાં કેટલાક લોકપ્રિય હિન્દી ગીતો રચાયા છે. આપ ગીતોના ઢાળમાં ઉપરનો શેર ગાવાની કોશિશ કરશો તો બીજું કશું સમજાવવાની જરૂર નહીં રહે.

સુહાના સફર ઔર યે મૌસમ હંસી (સમંદર ગળી જાઉં એવું બને)
હમેં ડર હૈ હમ ખો જાયે કહીં (કાં પાછો વળી જાઉં એવું બને)

અન્ય ગીત :

ચાંદ હોગા, તારે રહેંગે ( ગીતમાં આપણે જે શીખ્યા એના કરતા છેલ્લે એક ગુરુ વધારે છે - લગાગા લગાગા લગાગા લગાગા....એટલે તમે ગાશો તો છેલ્લે કશુંક તૂટતું જણાશે। આપણા શેરમાં "બને" ની જગ્યા "બને છે" કરી નાખો તો એક વધારાનો ગુરુ ઉમેરાઈ જવાથી ગીતના ઢાળમાં ગાઈ શકાશે) - આવા બીજા ગીતો છે : અજી રૂઠકર અબ કહાઁ જાઈયેગા....અકેલે અકેલે કહાઁ જા રહે હો.... હુજૂર ઇસ કદર ભી ના ઈતરાતે ચલીયે....

આપણા કેટલાક સંસ્કૃત સ્તોત્રો બંધારણમાં છે. આપે કદાચ ખુબ ગાય હોય એવા.... તાતો માતા બન્ધુર્ન દાતા....મનોબુદ્યહંકાર ચિત્તાનિનાહં

જલસા પડે છે ને?......ગઝલ શીખવી ખુબ સહેલી છે.  


આજનું હોમવર્ક :

આજે ખાલી શેર ઉપરથી આગળ ગઝલ બનાવી શકાય હેતુથી માત્ર "કાફિયાઓ" વિચારીશું. 3 કાફિયા હું લખું છું, બાકીના આપ વિચારશો અને અત્રે  જણાવશો.
(આજનો દિવસ વિચારવામાં આપશો અને આપના જવાબો આજે ફક્ત 5 થી 7 દરમ્યાન અત્રે પોસ્ટ કરશો. વધારે હોશિયાર મિત્રો કદાચ આખા શેર લખે તો પણ આજે અહીં પોસ્ટ ના કરશો - સાચવી રાખશો., ધીમે ધીમે શીખીશું તો બધાને મોજ પડશે)

મારા તરફથી કાફિયા ....

ગળી
વળી
ઓગળી

આપ વિચારીને ઉપર દર્શાવેલા દરમ્યાન આપના જવાબો  લખશો.

મને તક આપવા બદલ સહુનો આભાર.

: પ્રા. હિમલ પંડ્યા


3 comments: